નવમી ગુજરાત બટાલિયન ની એસ વી આર્ટ્સ કોલેજમાં આજ રોજ કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જે અંતર્ગત અમદાવાદના ત્રણ વીર શહીદ જવાન ના સ્વજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ નીરજા અરૂણ ગુપ્તાના વરદ હસ્તે શહીદ કેપ્ટન નિલેશ સોની, લાન્સ નાયક ગોપાલસિંહ ભદૌરીયા અને સિપાઈ ઈસ્માઈલ શેખ ના સ્વજનોને શાલ ઓઢાડી, સ્મૃતિચિન્હ અને શહીદનો ફોટો અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એસ વી પરિવારના કૉ ઓર્ડીનેટર પ્રિન્સિપાલ મીરાંબેન મેનન, સહિત આચાર્યશ્રીઓ ડૉ જગદીશ ચૌધરી, ડૉ રૂપલબેન પટેલ અને ડૉ હિતેન્દ્ર વ્યાસ સહિત અધ્યાપકશ્રીઓ, કર્મચારીઓ અને NCC કેડેટ દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહીદો અમર રહો અને ભારત માતા કી જય ના નારા થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.