કદમ પરીખ અને રૈના પરીખ (કથક), શ્રી વિવેક વર્મા (ગઝલ), હિરેન ચાટે (તબલા), મિહિર પંડ્યા (કીબોર્ડ) જેવા દિગ્ગજ કલાકારો એ પોતાની કલાની રજૂઆત કરીકદમ પરીખ અને રૈના પરીખ (કથક), શ્રી વિવેક વર્મા (ગઝલ), હિરેન ચાટે (તબલા), મિહિર પંડ્યા (કીબોર્ડ) જેવા દિગ્ગજ કલાકારો એ પોતાની કલાની રજૂઆત કરી
વિવેક વર્મા (ગઝલ), હિરેન ચાટે (તબલા), મિહિર પંડ્યા (કીબોર્ડ) જેવા દિગ્ગજ કલાકારોની કલા થઈ રજૂ
AHMEDABAD : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને જીએમડીસી ના સપોર્ટ દ્વારા આ ભારતીય શાસ્ત્રી સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હોમેજ કાર્યક્રમ સ્વ. રઘુનાથ ચાટે ની સ્મૃતિ માં યોજાયો હતોઆ ફેસ્ટિવલ સીઇઇ થલતેજ આમદાવાદ ખાતે યોજાયો હતો. આ વખતે કદમ પરીખ અને રૈના પરીખ (કથક), વિવેક વર્મા (ગઝલ), હિરેન ચાટે (તબલા), મિહિર પંડ્યા (કીબોર્ડ) જેવા દિગ્ગજ કલાકારો એ પોતાની કલાની રજૂઆત કરી હતી. આ કાર્યક્રમ માં દીપ પ્રાગટ્ય મ્યુનિ. કાઉન્સિલર દિલીપભાઈ બઘારીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું.
સમરાગાનો ઉદ્દેશ્ય વર્તમાન પેઢીના યુવાનોમાં પરંપરાગત સંગીત અને સંસ્કૃતિને વધુ પ્રોત્સાહન આપવાનો છે. તેનું લક્ષ્ય ભવિષ્ય માટે એવા સમાજનું નિર્માણ કરવાનું છે જ્યાં ભારતીય સંગીત અને કલાના વાસ્તવિક મૂલ્યને સાચી પ્રશંસા મળે.
કદમ પરીખ અને રૈના પરીખ દ્વારા સ્ટેજ પર અદભૂત રીતે કથકની થઈ રજૂઆત કરાઈ
“સમરાગા ફેસ્ટિવલનો ઉદ્દેશ શાસ્ત્રીય સંગીત અને કલાઓને લોકોની નજીક લઈ જવાનો અને ભારતીય શાસ્ત્રીય સંગીતની આંતરિક સુંદરતા, સાર અને ઊંડાણથી વધુ લોકોને વાકેફ કરવાનો છે. તે આપણા સાંસ્કૃતિક સંગીતના પ્રકાશને ફરીથી પ્રજ્વલિત કરવાની દિશામાં એક પગલું છે. આ ફેસ્ટિવલને ભૂતકાળમાં જેવો પ્રેમ મળ્યો હતો તેવો જ પ્રેમ આ વખતે લોકો એ આપ્યો હતો.”