Gujarat Live News
કૃષિ

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ધોલેરા તાલુકાના 1400 ખેડૂતોને રૂ. 76.78 લાખની સહાય ચૂકવાઇ

  • પ્રાકૃતિક ખેતી : અમદાવાદ જિલ્લો
  • ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ધોલેરા તાલુકાના 1400 ખેડૂતોને રૂ. 76.78 લાખની સહાય ચૂકવાઇ
  • રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય નિભાવ પેટે ખેડૂતોને દર મહિને રૂ.900 અને વાર્ષિક રૂ.10,800 ની સહાય અપાય છે

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ
વળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાકૃતિક ખેતીની મુખ્ય આધારસ્તંભ દેશી નસ્લની ગાય
છે. દેશી ગાયના છાણ અને મૂત્રમંથી ખાતર અને દવા બનાવી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે
છે.
ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા
ખેડૂતોને ગાયના નિભાવ માટે દર મહિને રૂ.900 અને વાર્ષિક રૂ.10,800 ની સહાય આપવામાં
આવે છે. આ યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 4 હાજર જેટલા ખેડૂતોને
રૂ. 2.15 કરોડની સહાય ચુકવવામાં આવી છે.
જે અંતર્ગત ધોલેરા તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં 1422 જેટલા ખેડૂતોને ગાય નિભાવ પેટે
રૂ. 76.78 લાખની સહાય ચુકવવામાં આવી છે. જે પૈકી વર્ષ 2020-21માં 880 જેટલા ખેડૂતો,
વર્ષ 2021-22માં 398 જેટલા ખેડૂતો અને વર્ષ 2022-23માં 144 જેટલા ખેડૂતોને ગાય નિભાવ
પેટે સહાય ચુકવવામાં આવી છે તેમ આત્માના પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી કે.કે.પટેલે જણાવ્યું હતું.

ગાય નિભાવ સહાય યોજના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક મદદ અને પ્રોત્સાહન
પૂરું પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ગાય નિભાવ
સહાય યોજના ખેડૂતોને નાણાકીય સહાય આપીને પશુપાલન સાથે પ્રાકૃતિક પદ્ધતિઓને
પ્રોત્સાહન અને વેગ આપવાનો છે.

Related posts

નર્મદા જિલ્લામાં ૧૭,૫૧૨ જેટલાં ખેડૂતોએ અંદાજિત ૧૨,૭૦૮ એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ પાકોનું વાવેતર કર્યું

gln_admin

પ્રાકૃતિક કૃષિમાં સૂક્ષ્મ જીવાણુઓનું મહત્વ: એક ગ્રામ ગોબરમાં જુદા-જુદા પ્રકારના ૩૦૦થી ૫૦૦ કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણું હોય છે

gln_admin

કેમિકલ કંપનીની નોકરી છોડી પ્રાકૃતિક ખેતીના પ્રહરી બનેલા ખેડૂત વાસુદેવભાઈએ જણાવી પ્રાકૃતિક ખેતીની સફળ કહાણી

gln_admin

Leave a Comment