રાજપીપલા : નર્મદા જિલ્લામાં તા. ૦૬ ઓગસ્ટ, ૨૦૨૪ ને મંગળવારના રોજ
સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં ૧૨ મિ. મિ., દેડિયાપાડા-
સાગબારા તાલુકામાં ૧૧ મિ. મિ., નાંદોદ તાલુકામાં ૦૬ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં ૦૫ મિ.મિ.
વરસાદ નોંધાતા છેલ્લા ૨૪ કલાકમાં ૪૫ મી.મી. વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો
તિલકવાડા તાલુકામાં ૮૪૦ મિ.મિ., સાગબારા તાલુકામાં ૮૨૪ મિ.મિ., નાંદોદ તાલુકો ૭૮૭ મિ.મિ.,
દેડિયાપાડા તાલુકામાં ૭૮૦ મિ.મિ. અને ગરુડેશ્વર તાલુકામાં ૫૨૯ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે
નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૭૬૧ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા
પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૨૫.૬૬ મીટર, કરજણ
ડેમ ૧૦૭.૯૩ મીટર, નાના કાકડીઆંબા ડેમ ૧૮૬.૪૦ મીટર અને ચોપડવાવ ડેમ ૧૮૬.૮૦ મીટરની સપાટી,
રહેવા પામી હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.