વસ્ત્રાપુરમાં આવેલ અમદાવાદ હાટ ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે રાખી મેળાનું ઉદ્ઘાટન
મહિલા કારીગરોને તેમની સ્વ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે સીધી બજારની
સુવિધા આપવા માટે રાખી મેળાનું આયોજન
શહેરીજનો 09 ઓગસ્ટ સુધી રાખી મેળાનો લાભ લઈ શકશે
વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ હાટ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા
મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાના હસ્તે રાખી મેળોનું
ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ મહિલા કારીગરો માટે આયોજિત આ પ્રદર્શન સહ
વેચાણ મેળાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મહિલા કારીગરોને મળીને, તેમની સાથે સંવાદ કરીને
તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સાથે મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ મેળામાંથી
ખરીદી કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી.
મહિલા કારીગરોને તેમની સ્વ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે સીધી બજારની સુવિધા
આપવા માટે આયોજિત આ પ્રદર્શન સહ વેચાણ મેળામાં કુલ 82 જેટલા વિવિધ ચીજ
વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે. મહિલા કારીગરો પ્રતિદિન રૂ. 200નું ભાડું આપીને આ
મેળામાં ભાગ લઈને તેમની સ્વ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે સીધી બજારની સુવિધાનો
લાભ મેળવી શકે છે. આ આ પ્રકારના પ્રદર્શન સહ વેચાણ મેળામાં ભાગ લેવા માટે મહિલાઓ
પોર્ટલ www.mela.gwedc.gov.in ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ,
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, મહિલા અને
બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી કે.કે. નિરાલા અને મહિલા અને બાળ વિકાસ વિભાગના
અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.