- નર્મદા જિલ્લાના નર્મદા નદીમાં ૧,૩૫,૦૦૦ ક્યુસેક પાણી છોડાયુ
- ચોમાસા દરમિયાન ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના (નવ) દરવાજા ૧.૫૦ મીટર ખોલવામાં આવેલ છે
- કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત કરાયા
રાજપીપલા : નર્મદા ડેમ અંગે મામલતદાર ડીઝાસ્ટર નર્મદા-રાજપીપલા તરફથી
પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ
પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી તા. ૧૧/૦૮/૨૦૨૪ ના રોજ ૦૯
દરવાજા ૧.૫૦ મીટર ખોલવામાં આવેલ છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૯૦,૦૦૦ ક્યુસેક પાણી
વહેશે.
વધુમાં નદી તળ વિધુત મથક (R.B.P.H) ના ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં
દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ (૯૦,૦૦૦ + ૪૫,૦૦૦) ક્યુસેસ પાણી
છોડવામાં આવેલ છે.
સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે
જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવ્યું છે.
અસરગ્રસ્ત કરતા નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા,
ઓરી,નવાપુરા, ધમણાચા,ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો. અને
ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરૂડેશ્વર, ગંભીરપુરા, વાંસલા. તેમજ તિલકવાડા
તાલુકાના વાસણ, તિલકવાડા, વડીયા, વિરપુર, રેંગણ ગામોના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં
આવી છે.