- મુસાફરોને તિરંગાનું વિતરણ કરી, એસ.ટી. બસો પર તિરંગો ફરકાવી નાગરિકોને પ્રેરણા આપાઈ
- ડેપો મેનેજર એચ.એચ.સોલંકી તેમજ સમગ્ર સ્ટાફે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાનો સંદેશ આપ્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ
ગુજરાતભરમાં હર ઘર તિરંગા અભિયાન વેગવંતુ બન્યું છે. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના
જાગૃત થાય તેમજ એકતા- અખંડિતતાનાં મૂલ્યો સુદ્રઢ થાય તે માટે જાહેરસ્થળો પર તિરંગો
લહેરાવવામાં આવી રહ્યો છે.
અમદાવાદના સાણંદ નગરના એસ.ટી.બસસ્ટેન્ડ ખાતે પણ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
તદુપરાંત બસમાં મુસાફરી કરનાર નાગરિકોને પણ તિરંગાનું વિતરણ કરીને તેમને આ
અભિયાનમાં જોડવામાં આવ્યા હતા. સાથોસાથ એસ.ટી. ડેપો મેનેજર એચ.એચ. સોલંકીએ
નવતર પહેલ કરાવતા એસ.ટી. બસના આવાગમન અંગેના એનાઉન્સમેન્ટની સાથે હર ઘર
તિરંગા અભિયાનની અપીલ પણ શરૂ કરવામાં આવી છે.
આમ, સાણંદ નગરની વચ્ચોવચ આવેલા એસ.ટી. ડેપો ખાતેથી નાગરિકોને અવિરતપણે હર
ઘર તિરંગા અભિયાનનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. જેથી સમગ્ર નગરમાં દેશભક્તિની
ગૂંજ સાંભળવા મળી રહી છે.