- હર ઘર તિરંગા અભિયાન 2024
- અમદાવાદ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ-શિક્ષકોએ ઘરો અને શાળાઓ પર તિરંગો લહેરાવ્યો
- 600 શાળાઓના અંદાજીત 38263 વિદ્યાર્થીઓ અને 408 શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા
અલગ અલગ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આવા જ એક કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની 600 શાળાઓના અંદાજીત 38263 વિદ્યાર્થીઓ અને
408 શિક્ષકોએ શાળાઓ અને ઘરો પર તિરંગો લહેરાવ્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ
તિરંગા સાથે સેલ્ફી લીધી હતી તેમજ પોતાની સેલ્ફી અને શપથ લેતા ફોટા હર ઘર તિરંગા
વેબ સાઈટ પર અપલોડ કર્યા હતા. જેના લીધે જિલ્લાના ગામોમાં અને શાળાઓમાં
રાષ્ટ્રભક્તિનું અનેરું વાતાવરણ સર્જાયું હતું.