Gujarat Live News
અમદાવાદ

રક્ષાબંધનના દિવસે ૧ લાખથી વધુ મહિલાઓએ વિનામૂલ્યે મુસાફરીનો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સેવાનો લાભ લીધો

  • રક્ષાબંધનના દિવસે ૧ લાખથી વધુ મહિલાઓએ વિનામૂલ્યે મુસાફરીનો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સેવાનો લાભ લીધો
  • રક્ષાબંધનના દિવસે કુલ રૂ.૧૨.૨૧ લાખ કંડકટર આવક થઈ
  • રક્ષાબંધનના દિવસે કુલ ૩.૦૪ લાખ પ્રવાસીઓએ અ.મ્યુ.ટ્રા.સ.ની બસ સેવાનો લાભ

રક્ષાબંધનનો પર્વ દેવ-દર્શન તેમજ રાખડી બાંધવાના પર્વ તરીકે સમાજના સમગ્ર વર્ગના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસે મહીલાઓ રક્ષાબંધનનો તહેવાર મનાવવા સમગ્ર કુટુંબ સાથે અમદાવાદ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે અવર-જવર કરતા હોય છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ સેવાનો મહત્તમ ઉપયોગ થાય એ ઉદ્દેશ થી ૧૯ ઓગસ્ટ સોમવારના રોજ રક્ષાબંધન પર્વ હોવાથી આ દિવસે ફકત મહિલાઓ અ.મ્યુ.ટ્રા.સ ની બસોમાં સવારના પ્રથમ પાળીથી રાત્રીની બીજી પાળી પૂરી થવાના સમય સુધી વીના મુલ્યે મુસાફરીનો લાભ લઇ શકે તે હેતુથી અ.મ્યુ.ટ્રા.સ. દ્વારા યોજના અમલમાં મૂકેલી છે.

આ યોજના અંતગર્ત રક્ષાબંધનના દિવસે કુલ ૧,૦૨, ૧૯૧ મહીલાઓએ વીના મુલ્યે મુસાફરીની યોજનાનો લાભ લીધો છે.
આ સાથે રક્ષાબંધનના દિવસે કુલ રૂ. ૧૨.૨૧ લાખ કંડકટર આવક થઈ છે. એટલું જ નહિ આ દિવસ દરમ્યાન ૩.૦૪ લાખ પ્રવાસીઓએ અ.મ્યુ.ટ્રા.સ. ની બસ સેવાનો લાભ પણ લીધો છે.

Related posts

અમદાવાદમાં હીટવેવ અનુસંધાને જનસેવા કેન્દ્રો માટે લેવાયો મોટો નિર્ણય, હવે સવારે એક કલાક વહેલાં ખૂલશે

gln_admin

૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ : વિરમગામ ખાતે પપેટ શો કરીને અનોખી રીતે લોકોને જાગૃત કરાયા

gln_admin

અમદાવાદ મહાનગરપાલિકાનો સી.એન.સી.ડી. વિભાગ હીટવેવ બાદ હવે સફાળો જાગ્યો

gln_admin

Leave a Comment