પુ.મોરારિબાપુએ કાકીડી પહોંચવાના રસ્તા બનાવવા માટે તંત્રનો આભાર માન્યો હતો.
મહુવા તાલુકાના કાકીડી ગામે રામકથા “માનસ પિતામહ્”નું ગાન થઈ રહ્યું છે. આજે કથાના પાંચમા દિવસે બાપુએ આ કથામાં સેવા કરનાર તમામ સેવકો અને જન સેવકોનો આભાર માન્યો. તલગાજરડા થી કાકીડી પહોંચવા માટે તરેડ સુધીના રસ્તાના નવનિર્માણ માટે ધારાસભ્ય
શિવાભાઈ ગોહિલ સહિત તંત્રનો આભાર માન્યો હતો. અને તંત્ર દ્વારા હજુ આ રસ્તાને સરફેસ કરવાની કામગીરી પૂરી થશે ત્યારે રસ્તો બરાબર વધું સારો બની જશે તે માટે પણ બાપુએ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
અને કથા દરમિયાન આસપાસના વિસ્તારો ના લોકો અને તમામ જન સમુદાય અતથી ઈતિ સુધી તમામ માટે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.