Gujarat Live News
અમદાવાદ

રાજભવનમાં રાજ્ય માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ

રાજભવનમાં આજે રાજ્યના માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર વિપુલ રામપ્રસાદ રાવલ અને ભરત જમનાદાસ ગણાત્રાને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.

રાજભવનમાં બૅન્કવેટ હૉલમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલ, અગ્ર સચિવ અશોક શર્માએ શપથવિધિની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું.

શપથવિધિ સમારોહમાં મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષચંદ્ર સોની, મુખ્ય સચિવ રાજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ હરિત શુક્લ, માહિતી કમિશનર્સ સુબ્રમણ્યમ ઐયર, મનોજ પટેલ, નિખિલ ભટ્ટ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ચૂંટણી સમયે આવા નિવેદન કરી લોકશાહીની પ્રક્રિયાને ડેમજ કરવાનો પ્રયત્ન કર્યો છે – પાટીલ

gln_admin

૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ : વિરમગામ ખાતે પપેટ શો કરીને અનોખી રીતે લોકોને જાગૃત કરાયા

gln_admin

ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની નવીન પહેલ

gln_admin

Leave a Comment